જાહેરાત

29 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૩૦/૦૫/૨૦૨૧ ને રવિવાર થી કેરીનું કામકાજ રેગ્યુલર ચાલશે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૫=૦૦ નો રહેશે. નોંધ વગરની કેરી તોલવામાં આવશે નહિ. જે જાતની કેરીની નોંધ આપો તેજ જાતની કેરી લાવવાની રહેશે. કેરી નોંધનો પાસ ફરજીયાત લાવવાનો રહેશે. સરકારશ્રી એ સુચવેલા કોરોના વાયરસ અંગેના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેમકે મો ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવું.

24 May 21

કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૨૬/૦૫/૨૦૨૧ ને બુધવાર તેમજ ૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રોજ ટોટાપૂરી ,દશેરી,લંગડો,રાજાપુરી કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહિ. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

24 May 21

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૨૫/૦૫/૨૦૨૧ ને મંગળવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.

22 May 21

ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ થી ચીકુ ધોયા વગરના ઘોરી ને લાવવાના રહેશે.

22 May 21

તા.૨૫.૦૫.૨૦૨૧ ને મંગળવારના રોજ ફક્ત કેસર કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોર ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

22 May 21

આવતીકાલે તા.૨૩.૦૫.૨૦૨૧ ને રવિવાર તેમજ ૨૪.૦૫.૨૦૨૧ ને સોમવારના રોજ દશેરી,રાજપુરી,ટોટાપુરી, લંગડો કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી ૫:૦૦ નો રહેશે.

19 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલ તા.૨૦/૦૫/૨૦૨૧ ને ગુરુવારથી બીજી સુચના ન મળે ત્યાં સુધી કેરીનું કામકાજ બંધ રેહશે.

18 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતીકાલે ૧૯/૦૫/૨૦૨૧ ને બુધવારે પણ પડેલી કેરી લેવામાં આવશે.

18 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૯/૦૫ ૨૦૨૧ ને બુધવાર તેમજ તા.૨૦/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રોજ કેરીનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૧૯/૦૫/૨૦૨૧ ને બુધવાર માટે નોંધ આપેલ કેરી તા.૨૧/૦૫/૨૦૨૧ ને શુક્રવારે લાવવાની રહેશે.

18 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આજરોજ આવેલ વાવાઝોડા માં પડેલ કેરી જાતવાર ધોઈને તથા ફૂટિયા અલગ લઈ બપોરે ૨:૩૦ પછી મંડળમાં તોલ ઉપર લાવવા વિનંતી છે.

15 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૯/૦૫/૨૦૨૧ ને બુધવારે બધીજ પરિપક્વ કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે

15 May 21

તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર થી સંસ્થાના તમામ ભંડારો,તમામ વિભાગો તેમજ મુખ્ય ઓફિસનું કામકાજ રાબેતા મુજબ ચાલશે. સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી, પેટ્રોલ પંપ અને ફાસ્ટફૂડ પણ રાબેતા મુજબ ચાલશે.

13 May 21

તા૧૫/૦૫/૨૦૨૧ ને શનિવાર તા.૧૬/૦૫/૨૦૨૧ ને રવિવાર તેમજ તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર એમ ત્રણ દિવસ દશેરી,રાજપુરી,ટોટાપુરી, લંગડો કેરીનું તોલ રાખેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. નોંધ વગરની કેરી લેવામાં આવશે નહીં. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી ૫:૦૦ નો રહેશે.

13 May 21

તા૧૫/૦૫/૨૦૨૧ ને શનિવાર થી તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવાર સુધી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.

10 May 21

આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવારે બધીજ પરિપક્વ કેરીનું તોલ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે. કેરી તોલનો સમય બપોરે ૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે

10 May 21

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૧૧/૦૫/૨૦૨૧ ને મંગળવારથી ૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવાર સુધી ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે.