“સહકારમાં મધુરતા છે, જેઓ સહકાર કરે છે તેમાં કોઈ સબળું કે કોઈ નબળું નથી; બધા સરખા છે. પરાવલંબનના, લાચારીનો ભાગ હોય છે. કુટુંબના સભ્યો જેટલા સ્વાવલંબી છે તેટલાજ પરસ્પરાવલંબી છે. મારા તારાની ભાવના ત્યાં હોતી નથી. બધા એકબીજા સાથે સહકાર કરનારા હોય છે. તેવી જ રીતે આપણે સમાજને, રાષ્ટ્રને અથવા આખી માનવજાતને કુટુંબ ગણીએ તો બધા માણસો સહકાર્યકર બને છે.” – મહાત્મા ગાંધીજી
મહાત્મા ગાંધીજીના ઉપરોક્ત વિચારોને સાર્થક કરતી ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ. કે જ્યાં વાસ્તવિક રીતે સહકારના મૂલ્યોનું અમલીકરણ જોવા મળે છે, તે ગડત ખેડૂત મંડળ સમગ્ર વિસ્તારોમાં આર્થિક વિકાસનું સાધન બની ચુક્યું છે. આટલું જ નહિ મંડળના દરેક કર્મચારીના ચહેરા ઉપર સહકારની ભાવના અને કંઈક કરી છૂટવાની તમન્ના જોવા મળે છે. આજે ગડત સહકારી મંડળ ખેડૂતોને ધીરાણ આપવાની સાથે સાથે ખેડૂતો અને ગ્રામ્ય લોકોની ધંધાકીય અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કિફાયત ભાવે પૂરી પાડે છે અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેતપેદાશની યોગ્ય વેચાણ વ્યવસ્થા કરે છે. ટૂંકમાં તમામે તમામ વસ્તુઓ આ મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
ગાંધીજીના ગ્રામ ઉત્થાનના ભાગ રૂપે કાર્યકરોને ગામડાઓમાં જઈ રચનાત્મક પ્રવૃત્તિ કરવા જણાવતા અહીનાં સત્યાગ્રહી કાર્યકરોએ આજથી સાત દાયકા પહેલાં મંડળની સ્થાપના કરી. તે પહેલાં ખેડૂતોનું શાહુકારો અને વેપારીઓ દ્વારા ખૂબજ શોષણ થતું. ઘણીવાર તેઓ ખેડૂતોની જમીન પર કબજો પણ કરી લેતાં. પરિણામે ખેડૂતો ઉપર દેવું થવા લાગ્યું અને પરિસ્થિતિ બગડતાં વ્યાજ ચૂકવવા નવું દેવું કરવું પડતું. આ સામે અવાજ ઉઠાવવા ખેડૂતોમાં સંગઠન થયું અને તેમણે હિંમતથી સામનો કર્યો અને સહકારી મંડળની શરૂઆત કરી. લોકો પણ પોતાનો માલ મંડળને વેચવા લાગ્યા. મંડળે પણ ગોડાઉન વિભાગની વ્યવસ્થા કરી અને માલ સામે ધીરાણ આપવાની શરૂઆત કરી. સમય જતાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મંડળમાંથી ખરીદવા લાગ્યા. આથી શોષણખોરો હેઠા બેઠા અને શોષણ બંધ થયું. એટલે જ આજે આ ગામના લોકો મંડળમાં ફક્ત આર્થિક લાભ લેવા માટે જોડાતા નથી, પરંતુ જીવનના સર્વાંગી વિકાસ માટે સમર્પણની ભાવના સાથે દાખલ થાય છે.
આ મંડળના પેટા કાયદા અનુસાર મંડળની લોકશાહી સંચાલકીય વ્યવસ્થામાં કાર્યક્ષેત્રના ૯ ગામોના ૧૫ સભ્યો વ્યવસ્થાપક સમિતિમાં છે. આ બાબતમાં ગૌરવપૂર્ણ બાબત એ છે કે મંડળના કાર્યક્ષેત્રમાં આવતા નવે નવ ગામોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે અને દરેક ગામોને ન્યાય આપવાનો પ્રયત્ન થાય છે, તેમજ મોટાભાગે સભ્યોની વરણી બિનહરીફ રહે છે અને ચૂંટણી થાય તો મતભેદ વિના થાય છે. પરિણામે સભ્યોમાં ક્યારેય જૂથવાદ-જ્ઞાતિવાદનું દૂષણ કે કડવાશની લાગણી પેદા થયેલી નથી.
મંડળની વહીવટી પાંખમાં સેક્રેટરીશ્રી સહિત ૫૦ થી વધુ કર્મચારીઓ છે કે જેઓનો મંડળના વિકાસમાં મહત્વનો ફાળો રહેલો છે. મંડળના તમામ કર્મચારીઓ સંપૂર્ણ નિષ્ઠા, વફાદારી અને પૂર્ણ કાર્યક્ષમતા સાથે જૂથ ભાવનાથી, મળતા વળતર કે સમયમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય સતત કાર્યરત રહે છે. આમ મંડળમાં નિષ્ઠાવાન અને ઉત્સાહથી કર્મચારીઓ, કાબેલ અને વ્યવસાયલક્ષી સેક્રેટરીશ્રી અને જવાબદાર વ્યવસ્થાપક સમિતિના સભ્યો, દીર્ઘ દ્રષ્ટિવાળા અને પ્રેરણાદાયી રાહબર તેમજ વફાદાર અને જાગૃત સભ્યોનો સુભગ સમન્વય થયેલ હોવાથી મંડળનો વહીવટ, કામકાજ ખૂબજ સફળતાથી ચાલી રહ્યો છે. સાત દાયકા સુધી પ્રગતિ કેરો કાંટાળો પંથ કાપી, સખત મહેનત દ્વારા આ વિભાગનો માનવી ભૂતકાળ નજરમાં ન રાખતા ભવિષ્ય મંઝિલે પહોંચાડવાનો પુરુષાર્થ કરે છે. એટલે જ આજે આ મંડળે સફળતાના શિખરો સર કર્યા છે અને અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરી છે.
વેપારી માર્કો | રજિસ્ટ્રૅશન નંબર | રજિસ્ટ્રૅશન તારીખ |
GKM | 10699 | 9-11-1944 |
ISO સર્ટિફિકેટ | વેટ નંબર | જી.એસ.ટી. નંબર |
9001:2015 | 24240600076 | 24AAAAG0537B1ZI |
પાન નંબર | પી.એફ. રજિસ્ટ્રૅશન નંબર | પ્રોફેશનલ ટેક્સ નંબર |
AAAAG0537B | GJ-8001 | E351005014 |
એમ્પ્લોય પ્રોફેશનલ ટેક્સ નંબર | કાર્યક્ષેત્રના ગામો | |
351000900 | ગડત, સોનવાડી, સાલેજ, ખખવાડા, ઇચ્છાપોર, વેગામ, પીંજરા, માણેકપોર, વગલવાડ |
|
શાખાઓ | ||
ગડત, સોનવાડી, સાલેજ, ખખવાડા, ઇચ્છાપોર, વેગામ, પીંજરા |
કાર્યક્ષેત્ર