ચીકુ, કેરી, ડાંગર
મંડળનાં દરેક સક્રિય સભાસદને તેની પાછલા ત્રણ વર્ષની કેરી, ચીકુ, ડાંગર પાકની સરેરાશ આવક સામે રાશ જેટલી રકમનું આપવામાં આવે છે.
કેળ (નવી અને જુની)
કેળ માટે એકર દીઠ ધીરાણ આપવામાં આવે છે.
કેળ – ટીસ્યુકલ્ચર માટે એક એકરે ધીરાણ ફક્ત માલનાં રુપમાં કરવામાં આવે છે.
શેરડી (નવી તથા જુની)
શેરડી માટે એકર દીઠ ધીરાણ આપવામાં આવે છે
ફરજીયાત બચતનું કર્જ અને થાપણ લોન કર્જ
જમા રકમ ઉપર ૮૫% સુધીનું ધીરાણ આપવામાં આવે છે.
મધ્યમ મુદતનું કર્જ
પોતાના ઉત્પન્ન થતાં સંપૂર્ણ માલની વ્યવસ્થા મંડળ મારફતે કરાવતા હશે તેને આ ધીરાણ મળી શકશે. ૩,૦૦,૦૦૦/- સુધીની મર્યાદામાં આ ધીરાણ મળી શકશે.
મકાન બાંધકામ સામગ્રી માટે ધીરાણ
મંડળ વેચે તેનું જ માલના રુપમાં ધીરાણ કરવામાં આવે છે.
ટ્રૅક્ટર માટે ધીરાણ
કવોટેશન મુજબનાં ૭૫% ધીરાણ આપવામાં આવે છે. જે સંસ્થાના નામનું કવોટેશન હોય તેમને જ ચેક/ડ્રાફ્ટથી પેમેન્ટ કરવામાં આવશે.
ભંડારશાખાઓ માટે ધીરાણ
ભંડારો ઉપર આપવામાં આવતી શાખ માટે આગલા વર્ષની વાર્ષિક આવકના ૨૦% પ્રમાણે શાખ આપવામાં આવે છે.
શૈક્ષણિક ધીરાણ યોજના
અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ અભ્યાસ માટે તથા ટેકનીકલ શિક્ષણ, ડીપ્લોમા, એન્જીનીયરીંગ, મેડીકલ વિગેરે માટે આ લોનની સુવિધા ઉપલબ્ધ છે.
ખેતી માટે ડીઝલ ઓઇલનું ધીરાણ
ડીઝલ-ઓઇલ ખરીદી માટે એક માસ માટે શાખ આપવામાં આવે છે.
સ્ટાફ લોન
સંસ્થાના કાયમી કર્મચારીને માટે લોનની સુવિધા ઉપલબ્ધ છે.
વાહન લોન(સ્ટાફ માટે)
સ્ટાફ માટે વાહન ખરીદવા માટે લોનની વ્યવસ્થા છે.
મકાન બાંધકામ તથા સમારકામ માટેનું ધીરાણ
માન્ય આર્કીટેકના પ્લાન તથા એસ્ટીમેટ મુજબનું ૭૫% સુધી ધીરાણ આપવામાં આવે છે.
વાહનો(કાર-સ્કુટર) માટેનું ધીરાણ
ક્વોટેશનના ૭૫% સુઘી ધીરાણ આપવામાં આવે છે. જે સંસ્થાના નામનું ક્વોટેશન હોય તેમના નામે ચેક/ડ્રાફ્ટથી પેમેન્ટ આપવામાં આવશે.
મેડીકલ લોન
મોટી માંદગી કે એક્સીડન્ટ માટે ધીરાણની વ્યવસ્થા છે.