• ૨૦૧૬-૧૭

    મંડળના સ્થાપના દિને ખેડૂતોને ઉપયોગી એવી મોબઈલ એપ્લીકેશન તથા નવી વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવું ૫૦૦ ટન કેપેસીટીંંનું ગોડાઉન બનાવવામાં આવ્યું.


  • ૨૦૧૫-૧૬

    સરકારશ્રી તરફથી કૃષિમેળાનું આયોજન મંડળના કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું.


  • ૨૦૧૪-૧૫

    મફતલાલ ફેમિલી શોપની શરૂઆત કરવામાં આવી. અનાજ પેકીંગ માટે મશીનરી નાંખવામાં આવી. રહેજ પૉકેટની ૩૨ આંગણવાડીના ૧૧૦૦ બાળકોને પોષણક્ષમ આહાર આપવાની કામગીરી એક વર્ષ સુધી કરવામાં આવી તથા ૫૦૦ બાળકોને ગણવેશ આપવાની કામગીરી શ્રી ઠાકોરભાઈ ભગત ચેરીટેબલ ટ્રસ્ટ સાથે કરવામાં આવી, આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તથા વિભાગના ધારાસભ્ય હાજર રહ્યા. કર્મચારીઓનો ગોવા-મહાબળેશ્વરનો પ્રવાસ યોજવામાં આવ્યો.


  • ૨૦૧૩-૧૪

    રોટરી ક્લબ ગણદેવીના સહયોગથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૨૬૩ દર્દીઓએ લાભ લીધો. અંબિકા હાઇસ્કુલ ગડતને રૂ. ૨,૨૫,૦૦૦/-ના ખર્ચે બાળકોને અદ્યતન પદ્ધતિથી જ્ઞાન મળી રહે તે માટે સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યું.


  • ૨૦૧૨-૧૩

    રાષ્ટ્રીય કેમિકલ અને ફર્ટીલાઈઝર કંપની તરફથી ખેતી અંગે સેમિનાર યોજવામાં આવ્યો. ભારત સરકારના પ્લાનિંગ કમિશનના અધિકારીશ્રીઓએ મંડળની મુલાકાત લીધી. નાબાર્ડ તરફથી અમદાવાદ તથા જામનગર જિલ્લાની ૧૨૮ મંડળીના પ્રતિનિધિઓ મંડળની મુલાકાતે આવ્યા. રાઈસમીલના પાછળના ભાગની જમીન વેચાતી લીધી. ભંડારો તેમજ મંડળના કમ્પાઉન્ડમાં સી.સી.ટી.વી. કૅમેરા ગોઠવવામાં આવ્યા. ડાંગર સફાઈ માટે ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા બે પંખા ખરીદ કર્યા. અંબિકા ગ્રામ કેળવણી મંડળ ગડત અને રોટરી ક્લબ ગણદેવીના સહયોગથી નેત્રયજ્ઞ, ચશ્મા વિતરણ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આઈ.એસ.ઓ. ૯૦૦૧-૨૦૦૮નું સર્ટીફીકેટ લેવામાં આવ્યું. નવી જીપ ખરીદવામાં આવી. રોટરી ક્લબ ગણદેવીના સહયોગથી વિભાગના કુપોષિત બાળકોને દત્તક લઇ પોષણક્ષમ આહાર મળે એવી કીટ બનાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવી.


  • ૨૦૧૧-૧૨

    ખેડૂત ફોરમની રચના. દર માસે બધા ખેડૂતો મળી ચર્ચા તેમજ જુદાજુદા પાકોના સેમિનારોનું આયોજન. ખેતીલક્ષી પ્રવાસનું આયોજન. ઍજ્યુકેશન લોન તથા ડીઝલ-ઓઇલ માટે લોનની શરૂઆત. ૬ ટન કેપેસિટીનો નવો ટેમ્પો ખરીદ કર્યો. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ મારફત એક પ્રોજેક્ટ મૂકી ૪૦ ટન કેપેસિટીનો વજન કાંટો, ઓફિસ મરામત, સંસ્થાના કમ્પાઉન્ડમાં ડામર રોડ, ચીકુ મશીનરીમાં ચીકુ હેન્ડલિંગ સિસ્ટમ દાખલ કરવાનું આયોજન. ચીકુ વજન તથા નંગ સીધા કમ્પ્યુટરમાં દાખલ કરવાનું આયોજન કરવામાં આવ્યું. મંડળના સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે મંડળમાં રોશની કરવામાં આવી અને એક કાર્યક્રમનું આયોજન કરી માજી વ્યવસ્થાપક સભ્યો તેમજ માજી કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું. ખેડૂતો માટે દાપોલી (મહારાષ્ટ્ર)માં આંબામાં પ્રુનિંગની માહિતી માટેના એક ખેતી વિષયક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. ખેતી માટે યોગ્ય સલાહ સૂચન મળી રહે એ માટે ભરૂચના શ્રી નિર્મલસિંહ યાદવની ખેતી સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી. ભંડારો અને કમ્પાઉન્ડમાં છાપરાઓ ઉપર ટર્બો વેન્ટિલેટર નાંખવામાં આવ્યા. ડાંગરની કાપણી મશીનથી કરવા માટેનું નિદર્શન સાલેજ ગામે રાખવામાં આવ્યું. ગણદેવી તાલુકા સંઘના સહયોગથી વિભાગની ૨૨ વીંઘા જમીનમાં મશીનથી ડાંગરની રોપણી કરવામાં આવી. જામનગરથી જમ્બો કેસરની કલમો મંગાવી ખેડૂતોને પૂરી પાડવામાં આવી. મંડળના માજી પ્રમુખ સ્વ. શ્રી બળવંતરાય લલ્લુભાઇ દેસાઈ સાલેજની સ્‍મૃતિમાં રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગથી સાલેજ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો.


  • ૨૦૧૦-૧૧

    કેળના થડમાંથી રેસા કાઢવાની એગ્રી. યુનિવર્સીટી નવસારીના સહયોગથી શરૂઆત. સંસ્થાની બધી બ્રાન્ચો હેડ ઓફિસ સાથે લિંક કરવામાં આવી. એગ્રી. યુનિવર્સીટી નવસારીના સહયોગથી ટ્રૅઇલર ઉપર ઊંચું થઇ શકે તેવું હાઈડ્રોલીક પ્લેટફોર્મ, આંબાના પ્રુનીંગ માટે પેટ્રોલથી ચાલતી કટર તથા દવા છાંટવા માટે ટાઇકૂન સ્પ્રેયર અને પાવર ડસ્ટર કમ મિસ્ટ બ્લોઅર ખેડૂતોના વપરાશ માટે. વિભાગના સ્માશન ગૃહોને રૂ. ૫,૦૦૦/- દરેકને નિભાવ સહાય. નવો ટેમ્પો ૨.૫ ટન કેપેસિટીનો ખરીદ કર્યો, જૂનો વેચી દીધો. વેગામ ગામે પશુ સારવાર કેમ્પ, વેગામ-પીંજરા દૂધ સહકારી મંડળીના સહયોગથી કરવામાં આવ્યો.


  • ૨૦૦૯-૧૦

    રોટરી ક્લબ ગણદેવીના પ્રયત્નોથી અમેરિકાના ઓહાયો સ્ટેટમાંથી આવેલા ડૉક્ટરો દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન અંબિકા હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું અને તેઓનો એક અઠવાડિયાનો તાલુકાની મેડિકલ યાત્રાનો પૂર્ણાહૂતિ સમારંભ મંડળમાં યોજવામાં આવ્યો. નવા કમ્પ્યુટર ખરીદ કરવામાં આવ્યા. કૃષક ભારતી કો-ઓપરેટીવ તરફથી સેન્દ્રીય ખાતરની સમજ આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જૂનું જનરેટર વેચી ૩૦ કે.વી.એ.નું સિંગલ ફેઝનું નવું જનરેટર ખરીદ કર્યું. સભાસદોને નેશનલ હોર્ટિકલ્ચર મિશનના પ્રોજેક્ટમાંથી ૧૦,૦૦૦ ક્રેટ મેળવી આપી.


  • ૨૦૦૮-૦૯

    બાગાયત ખાતાના સહયોગથી ખેડૂતો માટે ૧૦ દિવસનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરવામાં આવ્યો. કર્મચારીઓ માટે તેમના ફેમિલી સાથે ૬ દિવસનો રાજસ્થાન તથા આગ્રાનો પ્રવાસ યોજવામાં આવ્યો. મંડળના સભાસદોમાં સક્રિય સભ્યો અને બિન સક્રિય સભ્યોના વર્ગીકરણ કરી સભાસદોમાં સક્રિયતા વધારવાના પ્રયત્નો કરવા માટે પેટા કાયદામાં સુધારો કરવામાં આવ્યો. નવું ઝેરોક્ષ મશીન ખરીદવામાં આવ્યું.


  • ૨૦૦૭-૦૮

    વૈદ્યનાથન સમિતિની ભલામણ મુજબ મંડળની સધ્ધરતા વધારવા સરકારશ્રી તરફથી પુનઃમૂડીરોકાણ સહાય તરીકે માતબર રકમની સહાય મળી. પશુ આરોગ્યને લગતી કીટનું મફત વિતરણ પશુપાલન વિભાગ તેમજ વસુધારા ડેરીના સહયોગથી કરવામાં આવ્યું. નવું ગોડાઉન બનાવવામાં આવ્યું. નવી જીપ લાવ્યા. બે મોટર-સાઇકલ નવી લીધી. ચીકુ ગ્રેડિંગ મશીનરીમાં સુધારા કરવામાં આવ્યા. મજૂરો માટે પાકો શેડ બનાવવામાં આવ્યો. વિભાગના સોનવાડી ગામે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


  • ૨૦૦૬-૦૭

    ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બીલીમોરા પાસેનો કેનિંગ પ્લાન્ટ ફેડરેશને વેચાણથી લીધો.ભંડારો ઉપરથી અપાતી શાખ ઉપર દરેક ખરીદીના પ્રથમ ૩૦ દિવસ સુધી વગર વ્યાજે માલસામાન આપવાનું શરૂ કરવામાં આવ્યું. એલ એન્ડ ટી કંપની હજીરા પ્લાન્ટ મારફત એમ્બ્યુલન્સ વાન ભેટમાં મળી. પાક ધીરાણ ઉપર સરકારશ્રી તરફથી ૨% વ્યાજ રાહત સભાસદોને આપવામાં આવી. ગણદેવી તાલુકા પંચાયતના સહયોગથી યુવા મહિલા ખેડૂત તાલીમ શિબિર રાખવામાં આવી.


  • ૨૦૦૫-૦૬

    ટ્રૅક્ટર ખરીદી તથા મકાન બાંધકામ માટે ધીરાણ કરવાનું શરૂ કર્યું. રોટરી ક્લબ ગણદેવી તથા અંબિકા ગ્રામ કેળવણી મંડળના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના સહકારખાતાના રજિસ્ટ્રાર સાહેબ તથા જોઈન્ટ રજિસ્ટ્રાર સાહેબ (ગાંધીનગર)એ મંડળની મુલાકાત લીધી, તેમને મંડળની પ્રવૃત્તિથી માહિતગાર કરવામાં આવ્યા. નવો ટેમ્પો ખરીદવામાં આવ્યો. નવા ૧૫ નંગ કમ્પ્યુટર ખરીદવામાં આવ્યા.


  • ૨૦૦૪-૦૫

    જય કિસાન હોસ્પિટલ ગણદેવી તથા અંબિકા ગ્રામ કેળવણી મંડળ ગડત અને રોટરી ક્લબ ગણદેવીના સહયોગથી રક્તદાન શિબિર તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આણંદની વેટરનીટી કોલેજના નિષ્ણાત ડૉક્ટરો, કૃષિ યુનિવર્સીટી નવસારી તથા વસુધારા ડેરીના સહયોગથી પશુ સારવાર કેમ્પ તથા પશુ સારવાર પરિસંવાદનું આયોજન કરાયું.


  • ૨૦૦૩-૦૪

    ફાસ્ટફૂડ સેન્ટર ચાલુ કર્યું. નવી જીપ તથા બે મોટર-સાઇકલ ખરીદી. દમણીયા હોસ્પિટલ ગણદેવી, અંબિકા ગ્રામ કેળવણી મંડળ તથા યુથ ક્લબ સાલેજના સહયોગથી રક્તદાન શિબિર તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નવા ૨૦ નંગ કમ્પ્યુટર ખરીદ કર્યા. જુના કમ્પ્યુટર દરેક ભંડારો પર મૂક્યા.


  • ૨૦૦૨-૦૩

    બાગાયત ખાતાના સહયોગથી રાજ્યકક્ષાએ કેરી ફળ પાક તથા શાકભાજી પ્રદર્શન, હરીફાઈ અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. કાપડ, ડિપાર્ટમેન્ટલ સ્ટોરને નવા મકાનમાં લઇ ગયા.


  • ૨૦૦૧-૦૨

    ચીકુ માટે ૩ ટન વજનનો ઇલેક્ટ્રોનિક વજન કાંટો ખરીદવામાં આવ્યો. તાલુકા પંચાયત ગણદેવી તથા જિલ્લા પંચાયતના સહયોગથી ખેડૂતોને માર્ગદર્શન મળે તે હેતુથી ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું તથા આરણ્યક પર્યાવરણ કેન્દ્ર વેગામના સહયોગથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ૨૦૦૦-૨૦૦૧ના વર્ષે વલસાડ-નવસારી જિલ્લામાં સારું કામ કરનારી ખેતી વિષયક ધીરાણ સહકારી મંડળી તરીકે પ્રથમ વિજેતા તરીકે શીલ્ડ અને પ્રમાણપત્ર મળ્યા.


  • ૨૦૦૦-૦૧

    સંસ્થાની દરેક દુકાનો ઉપર ૧૦ કિલો કેપેસીટી વજનના ઇલેક્ટ્રોનિક કાંટા મૂક્યા. થ્રી ફેઇઝ ૨૦ કે.વી.એ.નું બીજું જનરેટર ખરીદ્યું.


  • ૧૯૯૯-૨૦૦૦

    સભાસદો માટે એક્સીડન્ટ વીમા પોલિસી લેવામાં આવી. ગણદેવી તાલુકા પંચાયત મારફત શેરડી તથા પાક સંરક્ષણ સેમીનાર તથા પ્રદર્શન, હરીફાઈ યોજવામાં આવી. સરકારશ્રીના આદેશથી સંસ્થાનું નાણાકીય વર્ષ ૩૦ જૂનને બદલે ૦૧-૦૪ થી ૩૧-૦૩ કરવામાં આવ્યું. સરકારશ્રી તરફથી સંકલ્પ પત્ર યોજના તથા થાપણ વૃદ્ધિ સહાય તેમજ ફળમાખી નિયંત્રણ પ્રોજેક્ટ માટે માતબર સહાય મળી.


  • ૧૯૯૮-૯૯

    સંસ્થાના વપરાશ માટે નવી જીપ તથા ટેમ્પો ખરીદવામાં આવ્યા. નવું ઝેરોક્ષ મશીન, ફેક્સ મશીન તથા ઇલેક્ટ્રોનિક વજનકાંટા નાંખ્યા. શ્રી રામજીભાઈ કનોજીયાનાં નેજા હેઠળ શરીર સંતુલન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દમણીયા હોસ્પિટલ ગણદેવી દ્વારા શરીર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


  • ૧૯૯૭-૯૮

    મુખ્ય ઓફિસના બધા વિભાગોમાં હિસાબો કમ્પ્યુટરથી કરવાનું શરૂ કરવામાં આવ્યું. નવા કમ્પ્યુટર લીધા.


  • ૧૯૯૬-૯૭

    પ્રથમ નવું એક કમ્પ્યુટર ખરીદવામાં આવ્યું. કર્મચારીઓનો વીમો ઉતારવામાં આવ્યો. ચીકુ ગ્રેડિંગ મશીનરી ગોઠવી. સૌપ્રથમ ટ્રૅન મારફત ચીકુ દિલ્હી મોકલવાની શરૂઆત કરવામાં આવી. ફટાકડા વેચવાની શરૂઆત કરવામાં આવી.


  • ૧૯૯૫-૯૬

    કેરીના પાક માટે ટ્રૅક્ટરથી જંતુનાશક દવા છાંટવા માટેની ગોઠવણ કરવામાં આવી. ૧૫ કે.વી.એ.નું પ્રથમ જનરેટર ખરીદવામાં આવ્યું.


  • ૧૯૯૪-૯૫

    ૯ નવેમ્બર ૧૯૯૪ના રોજ સંસ્થાના ૫૦ વર્ષ પૂર્ણ થતા હોય સુવર્ણ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આપણા મંડળના સભાસદ અને ગુજરાત રાજ્યના સહકાર મંત્રીશ્રી ઠાકોરભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ, કૃષિ મંત્રાલય, ભારત સરકારના શ્રી ડો. ડી. કે. ઉપલ તથા સહકારી ક્ષેત્રના આગેવાન એવા ગુજરાત ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટિંગ ફેડરેશન લિ. બારડોલી ના ચેરમેન શ્રી વલ્લભભાઈ ખુશાલભાઈ પટેલએ હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો. આ પ્રસંગે આપણા તાલુકા તથા જીલ્લાના સહકારી આગેવાનો, મંડળના સભાસદો, માજી વ્યવસ્થાપક સમિતિ સભ્યો તથા માજી કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    અદ્યતન રાઈસમીલ નવી ૧ ટન કેપેસિટીની નાંખી. માનવચિકિત્સા કેમ્પનું આયોજન કરી વિભાગના તેમજ અન્ય દર્દીઓને વિનામૂલ્યે તપાસ તેમજ સારવાર પૂરી પાડવામાં આવી. પ્લેગના રોગ સામે પગલાં લેવામાં આવ્યા. આ માટે દવા તેમજ જંતુનાશક દવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાયા. વધારાની દવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વિનામૂલ્યે આપી દેવામાં આવી અને અંદાજિત ૫,૦૦૦/-ની કિંમતની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડતને આપવામાં આવી.


  • ૧૯૯૩-૯૪

    કરંટ-ક્રેડિટ સગવડ કરી સભાસદોને ધીરાણની સવલત ઉપલબ્ધ કરાવવામાં આવી. ચીકુ નિકાસના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. કેરીની પરદેશ નિકાસ "નાફેડ" જેવી સહકારી સંસ્થાની મદદથી કરવામાં આવી. ગુજરાત એગ્રો - ગણદેવી મારફતે કેરી નિકાસની કામગીરી વધારવામાં આવી. અંબિકા ગ્રામ કેળવણી મંડળને રૂ.૧,૭૬,૩૫૯=૧૮ની રકમ મદદ સ્વરૂપે આપી. ૧૬ જૂન ૧૯૯૪ના દિને અંબિકા નદીમાં ભયાનક પૂર આવ્યાં. વિભાગના સોનવાડી ગામે બે વ્યક્તિઓની જાનહાનિ થઇ. ખેતીવાડી, રસ્તાઓ, ફેન્સીંગ, ઘરવખરી વિગેરેને અંદાજિત એક કરોડ રૂપિયાનું નુકશાન થયું. સંસ્થાના સોનવાડી, સાલેજ, ગડત ખાતેના અનાજ ભંડારોમાં તથા મુખ્ય ઓફિસ ખાતે કાપડ ભંડાર, જંતુનાશક દવા વિભાગ, રાઈસમીલ તેમજ પેકીંગ વિભાગમાં પાણી ભરાતાં સંસ્થાને રૂ. ૫,૬૪,૪૯૪/-નું નુકશાન થયું. સંસ્થાના કમ્પાઉન્ડમાં પેટ્રોલ તથા ડીઝલ પંપ ચાલુ કરી સભાસદોની સગવડ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દૂરદર્શન અમદાવાદ દ્વારા સંસ્થાની કામગીરીની નોંધ લઇ પ્રાદેશિક સમાચારમાં વિગતો દર્શાવવામાં આવી.


  • ૧૯૯૨-૯૩

    કેરી પરદેશ નિકાસ અંગે કામગીરી હાથ ધરવામાં આવી. સભાસદોને સગવડ મળી શકે તે માટે ટ્રૅક્ટરો ભાડે મેળવી દવા છાંટવાના પંપો ફિટ કરી સભાસદોના આંબા તેમજ ચીકુવાડીમાં જંતુનાશક દવા તેમજ ફૂગનાશક દવાના છંટકાવનો કાર્યક્રમ મંડળ દ્વારા હાથ ધરવામાં આવ્યો. દૂરદર્શન અમદાવાદે તેના "ગ્રામ જગત" કાર્યક્રમમાં મંડળની કેરી ઉત્પાદન-વેચાણ અંગેની માહિતીનું પ્રસારણ કર્યું. સંસ્થાના ટ્રૅક્ટરોનું વેચાણ કર્યું. વનીલનાં ફર્નિચરનું વેચાણ શરૂ કરવામાં આવ્યું. એસ.ટી.ડી./પી.સી.ઓ. ચાલુ કરી ૨૪ કલાકની સગવડ ઊભી કરવામાં આવી. પીંજરા ખાતે અનાજ ભંડારનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. ચીકુ ઉત્પાદનમાં ૨,૬૩,૪૬૦ મણ ચીકુ વેચાણ કરી વિક્રમી પાક નોંધાવ્યો.


  • ૧૯૯૧-૯૨

    સાલેજ, સોનવાડી ગામ ખાતેની દુકાનોમાં ફર્નીચર વગેરે બનાવી સગવડો વધારવામાં આવી. દુકાનો ઉપર માલની ઝડપી ડિલિવરી આપી શકાય તે માટે સ્વરાજ મઝદા ટેમ્પો ખરીદવામાં આવ્યો. સાઈડ શેડ તૈયાર કરી સગવડ વધારવામાં આવી.


  • ૧૯૯૦-૯૧

    કેરીના વેચાણમાં મુશ્કેલી નિવારવા જયારે કેરીનો ભરાવો થાય ત્યારે રસ કાઢી શકાય તે માટે એફ.પી.ઓ. લાયસન્સ મેળવવામાં આવ્યું. વલસાડ જીલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ (ગણદેવી ફેડરેશન)ના નામે "અમીધારા" તથા ગડત મંડળના નામે "તૃપ્તિ" બ્રાન્ડમાં રસ તૈયાર કરી વેચાણ શરૂ કરવામાં આવ્યું. વિભાગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં વિના મૂલ્યે મકાનની સવલત પૂરી પાડી સંસ્થા દ્વારા ચલાવાતું દવાખાનું બંધ કરવામાં આવ્યું. વિભાગના રક્તપિત્તના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવી શરૂ કરી.


  • ૧૯૮૯-૯૦

    ચીકુ માટે જયપુર માર્કેટ વસાવવા માટે સામુહિક પ્રયત્નો કરવામાં આવ્યા. ગડત ખાતે ઘંટી ચાલુ કરવામાં આવી. વેગામ ખાતે ખાતર ગોડાઉન બનાવી ખાતર વિતરણ અંગેની કામગીરી ત્યાંથી ચાલુ કરી. અંબિકા ગ્રામ કેળવણી મંડળને રૂ. ૧,૦૦,૦૦૦/- આપ્યા.


  • ૧૯૮૮-૮૯

    સુરત ખાતેના કેરીના વેચાણ કેન્દ્રોની સફળતા પછી અમદાવાદ ખાતે વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. કેરીની ગુણવત્તા વધારવા "ફળમાખી નિયંત્રણ" યોજનાનો અમલ કરવામાં આવ્યો. જંતુનાશક તેમજ ફુગનાશક દવાના વપરાશ માટે સબસીડી ચાલુ કરવામાં આવી. અનાજ તેમજ કાપડના ભંડારો પરથી શાખ ઉપર માલ લઇ જનાર સભાસદોને સમયમર્યાદામાં નાણાં ભરપાઈ કરતા વ્યાજ ઉપર રિબેટ આપવાની પ્રથા ચાલુ કરી. સભાસદોની થાપણો ઉપર વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવવાની પ્રથા ચાલુ કરી. પશુ ડૉક્ટરની નિમણુંક કરી.


  • ૧૯૮૭-૮૮

    સુરત ખાતે કેરીના વેચાણ માટે સીઝન દરમિયાન વધુ કેન્દ્રો બનાવવામાં આવ્યા. સંસ્થાની મુખ્ય ઓફિસે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચાલુ કરવામાં આવ્યો. ગોડાઉનના બાંધકામ માટે રૂ. ૧,૩૮,૦૦૦ની સબસીડી મેળવવામાં આવી. જનરેટર સેટ વસાવ્યો.


  • ૧૯૮૬-૮૭

    દિલ્હી ખાતે સહકારી સંસ્થા "નાફેડ" દ્વારા ચીકુના વેચાણની વ્યવસ્થા કરવાનું સહકારી ધોરણે શરૂ કર્યું. સુરત ખાતે કેરી વેચાણ માટે રિટેલ ડેપોની શરૂઆત કરી. ગોડાઉન બનાવી સંસ્થાની સંગ્રહશક્તિમાં વધારો કરવામાં આવ્યો. સંસ્થાના ઇતિહાસમાં રેકર્ડ એવું ૧,૮૯,૮૭૯ મણ કેરીનું ઉત્પાદન થયું.


  • ૧૯૮૪-૮૫

    અંબિકા નદીના પાણી સંસ્થામાં ફરી દાખલ થયા, પરંતુ મોટા નુકશાનમાંથી સંસ્થા ઉગરી ગઈ. રૂ. ૩૧,૦૦૦/- અંબિકા ગ્રામ કેળવણી મંડળને આપ્યા.


  • ૧૯૮૩-૮૪

    અંબિકા નદીમાં ભયકંર રેલ આવી. પૂરના પાણી સંસ્થાના ભંડારો તથા મુખ્ય ઓફિસ ખાતે જુદા જુદા ગોડાઉનમાં દાખલ થયા. રૂ. ૨,૩૯,૨૫૨=૭૫ પૈસાનું નુકસાન થયું.


  • ૧૯૮૨-૮૩

    મોટું ગોડાઉન બનાવ્યું. કાપડ ભંડારમાં સુધારા કર્યાં. સોનવાડી ગામે જમીન મેળવી અનાજ ભંડારના મકાનનું બાંધકામ શરૂ કર્યું.


  • ૧૯૭૮-૭૯

    ખખવાડા ગામે ભંડાર માટે મંડળે પોતાનું મકાન ખરીદ્યું. તા. ૪-૧૨-૭૮થી ગડત મુકામે માનવ સમુદાયની સારવાર માટે રાહતદરથી દવા આપવા ડૉક્ટર તથા કમ્પાઉન્ડર સહીત દવાખાનાની શરૂઆત કરી. પશુ દવાખાના મારફત ગાય તથા ભેંસને કૃત્રિમ બીજદાન મફત કરી આપવાની શરૂઆત કરી. સિમેન્ટ, સિમેન્ટના પતરાં, લોખંડના સળિયા વિગેરેનું વેચાણ શરૂ કર્યું. વિભાગના શ્રી અબ્બાસઅલી તાઈ (પી.એચ.ડી.) લિખિત તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશક તરીકે કવિશ્રી ઉશનસ્ ના હાથે પ્રગટ કરાવ્યો. વિભાગના રક્તપિત્તના તમામ કેસોને રૂ. ૪,૦૦૦/-ના ખર્ચે બિનચેપી કરવાની કામગીરી ઉપાડી, જેમાં ૪૫૪૪ દર્દીઓએ લાભ લીધો. સહકારી સંમેલન તાલુકા કક્ષાનું યોજ્યું.


  • ૧૯૭૭-૭૮

    ઈચ્છાપુર ગામે મંડળે પોતાના મકાનમાં ભંડાર ખસેડ્યો અને અનાજ દળવાની ઘંટી શરૂ કરી. જૂનું ટ્રૅક્ટર વેચી નવા બે ટ્રૅક્ટર ખરીદ્યા. જૂની ટ્રક વેચી.


  • ૧૯૭૬-૭૭

    ઇલેક્ટ્રિક સમાન, પરચૂરણ સાધનો, લોખંડના ઓજારો, ખેતીના ઓજારો વિગેરેના વેચાણની શરૂઆત કરી. એસ. ટી. પાર્સલ યોજના હેઠળ બુકીંગ તથા ડિલિવરીની એજન્સી મેળવી. ગુજરાત સરકારની પશુ સુધારણા યોજના હેઠળ પશુઓની સારવાર માટે સ્ટોકમેન સહિત ગડત મુકામે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.


  • ૧૯૭૫-૭૬

    રાઈસમીલમાં રબરસેલર નાંખી અદ્યતન બનાવવામાં આવી.


  • ૧૯૭૪-૭૫

    કેરીનો વિક્રમ પાક સવા લાખ મણ થયો. શેરડીમાંથી ગોળ બનાવવાનું કારખાનું ૧૧ વર્ષ બાદ ફરીથી શરૂ કર્યું. સોનવાડી ગામે અનાજ દળવાની ઘંટી શરૂ કરી. જનસમૂહના આરોગ્ય માટે, પશુ સારવાર માટે તથા અન્ય કાર્યોની શરૂઆત માટે વિકાસ ફંડની શરૂઆત કરી.


  • ૧૯૭૩-૭૪

    અગાઉનું ટ્રૅક્ટર વેચી નવું ૩૫ હોર્સ પાવરનું ઇન્ટરનેશનલ ટ્રૅક્ટર ખરીદ્યું.


  • ૧૯૭૨-૭૩

    ગડત ગામે ૯૫% ગોડાઉન કમ શેડ રૂ. ૭૫,૦૦૦/-ના ખર્ચે તૈયાર કર્યાં. નવેમ્બર-૧૯૭૨થી ખખવાડા ગામે ભંડાર શરૂ કર્યાં. રાઈસમીલની કેપેસીટી પોણા ટનની કરી. ડબલ પોલીશર તથા મોટું સેલર નાંખ્યા. સુગર ફેક્ટરી ગણદેવીના મોટાભાગના શેરોનું વેચાણ કર્યું.


  • ૧૯૭૧-૭૨

    માર્જિનલ યોજના હેઠળ ૬૯ નાના ખેડૂતોને સરકારી મદદ મેળવી આપવામાં આવી.


  • ૧૯૭૦-૭૧

    વેગામ ગામે રૂ. ૨૫,૦૦૦/-ના ખર્ચે તૈયાર થયેલ પોતાના મકાનમાં દુકાન ખસેડી અને અનાજ દળવાની ઘંટી શરૂ કરી. ગડત ગામે ૨૦x૧૨ના આઠ મકાનો બાંધી જુદા જુદા ધંધાવાળાઓને વસાવવામાં આવ્યા. વિભાગની જનતા તથા અન્ય લોકોની જરૂરિયાત સમજી સબ-પોસ્ટ ઓફિસ માટે નજીવી કિંમતે મકાન ભાડે આપ્યું.


  • ૧૯૬૯-૭૦

    સાલેજ ગામે અનાજ દળવાની ઘંટી શરૂ કરી. રૂ. ૨,૦૦,૦૦૦/-ના ખર્ચે બંધાયેલા નવા મકાનમાં મંડળની નવી ઓફિસ શરૂ કરી.


  • ૧૯૬૮-૬૯

    ઈચ્છાપુર ગામે અનાજ ભંડારની શરૂઆત. તા. ૬-૮-૧૯૬૮ના રોજ દક્ષિણ ગુજરાતમાં ભયકંર પુર સંકટ આવ્યું. મંડળના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતોને પારાવાર નુકશાન થયું. મંડળના કમ્પાઉન્ડમાં આશરે ૧૦ ફૂટ પાણી ભરાયા. ગોડાઉન તથા બીજી અસ્કયામતોને અસર થઇ. રૂ. ૪૦,૦૦૦/-ની ચલણી નોટો પલળી ગઈ. ખાતર, અનાજ, કાપડ વિગેરે મળીને રૂ. ૩,૫૦,૦૦૦/-નું નુકશાન થયું. ટ્રક અને ટ્રૅક્ટર તેમજ મુખ્ય ઓફિસના નવા બંધાતા મકાનને નુકશાન થયું. વિસ્તારના ઘરો અને પાકને નુકશાન થયું. કેટલાય પશુઓ રેલમાં તણાયા અને માનવ ખુવારી પણ થઇ. મંડળ તથા લોકોનો રોજબરોજનો વહીવટ ચલાવવાની તથા ખેડૂતોની નાશ થયેલી ખેતી ફરી બેઠી કરવાની તાત્કાલિક સમસ્યા ઊભી થઇ. સદનશીબે મંડળના કાદવમાં દબાયેલા હિસાબી ચોપડાઓમાંથી આંકડાઓ અકબંધ નીકળ્યા. આવા સંકટના સમયમાં ઘણા સજ્જન મહાનુભાવોની આર્થિક તથા અન્ય મદદો મળતા મંડળે હિમ્મત રાખી ધિરાણ કર્યું. થાપણદારોએ પણ થાપણ પરત ન માંગતા એકબીજાને મદદરૂપ થવાનું વલણ દાખવ્યું. ખેડૂતોએ હતાશા ખંખેરી ઉદાહરણરૂપ કામગીરી કરી. આ રીતે આશરે ૫૦ લાખની નુકશાની સહન કરેલ ખેડૂતોની તથા મંડળની પ્રવૃત્તિઓ ફરી ધબકતી બની.


  • ૧૯૬૭-૬૮

    બીજું મેસી ફરગ્યૂશન ટ્રૅક્ટર ખરીદ્યું.


  • ૧૯૬૬-૬૭

    ચીકુનું કામકાજ શરૂ કર્યું. મંડળે પોતાના કામકાજ માટે ટ્રક ખરીદી. રશિયા ખાતે ૫૦ ટન તથા મધ્યપૂર્વના દેશોમાં ૧૦૦ ટન કેળાં નિકાસ કર્યા.


  • ૧૯૬૪-૬૫

    ગડત ગામે હાલર ટાઈપ રાઈસમીલ શરૂ કરી. રૂ. ૨૧માં ઘરોમાં તાલુકા પંચાયત, ગણદેવીના સહકારથી બાવલા ટાઈપ જાજરૂં બનાવ્યા. રશિયા ખાતે ૩૧ ટન તથા ગલ્‍ફ દેશોમાં ૮૯ ટન કેળાં નિકાસ કર્યા.


  • ૧૯૬૩-૬૪

    સાગી તથા ઇમારતી લાકડાનું વેચાણ શરૂ કર્યું.


  • ૧૯૬૨-૬૩

    તા. ૧૨-૪-૬૩થી વેગામ ગામે ભંડાર શરૂ કર્યો. તા. ૪-૪-૬૩થી વેગામ ગામે અનાજ દળવાની ઘંટી શરૂ કરી. તા. ૧૫-૧૦-૬૨થી ગડત ગામે મુખ્ય ઓફિસે કાપડ ભંડારની શરૂઆત. ૪૫ હોર્સ પાવરનું વિદેશી ટ્રૅક્ટર ખરીદ્યું. પશુઓની ઓલાદ સુધારવા એક કાંકરેજી સાંઢ તથા બે મહેસાણી પાડા વસાવ્યા. તા. ૧૨-૧-૬૩થી નવસારી મુકામે દૂધ કેન્દ્રની શરૂઆત. તા. ૧૦-૯-૬૩થી કેન્દ્ર બંધ થયું.


  • ૧૯૬૧-૬૨

    ગડત મુખ્ય ઓફિસના કમ્પાઉન્ડમાં અનાજ દળવાની બે ઘંટીઓની શરૂઆત કરવામાં આવી.


  • ૧૯૫૯-૬૦

    સીમેન્ટમાંથી ખૂટાં બનાવવાની શરૂઆત કરવામાં આવી.


  • ૧૯૫૮-૫૯

    પેડી પાયલોટ યોજના હેઠળ પેડી ગોડાઉનનું બાંધકામ કરવામાં આવ્યું. જેમાં રૂ. ૭,૫૦૦/- લોન તથા રૂ. ૫,૦૦૦/- સબસીડીના મળ્યા. સેક્રેટરી ગ્રાન્ટ રૂ. ૬૦૦/- મળી.


  • ૧૯૫૭-૫૮

    મંડળે ચીજવસ્તુઓના સંગ્રહ માટે મધ્યમ કદનું ગોડાઉન બંધાવ્યું. જેમાં સરકારશ્રી તરફથી લોન તરીકે રૂ.૧૫,૦૦૦/- તથા સબસીડી તરીકે રૂ. ૫૦૦૦/- મળ્યા. પેડી પાયલોટ યોજનાની શરૂઆત કરવામાં આવી. વિભાગના ગામોમાં ઘર તથા ખેતીવાડીના ઉપયોગ માટે વીજળી મળી. તા. ૧-૧૦-૫૭થી સાલેજ ગામે ચીજવસ્તુઓના વેચાણ માટે ભંડારની શરૂઆત કરી.


  • ૧૯૫૬-૫૭

    વિભાગમાં સૌપ્રથમ મંડળમાં ટેલિફોન આવ્યો. તા. ૧-૧-૫૭ થી સોનવાડી ગામે ભંડારની શરૂઆત. રૂ.૬,૦૬૮/- ધમડાછા ગામે પુલ બાંધવા માટે લોકફાળાના આપ્યા.


  • ૧૯૫૫-૫૬

    જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણ માટે તા. ૩૧-૧-૧૯૫૬થી ગડત ગામે ભંડારની શરૂઆત કરવામાં આવી. "ગડત વિભાગ સહકારી ખેડૂત મંડળ લિ." તથા "ગડત-ખખવાડા માલ પૂરો પાડનાર સહકારી મંડળી લિ." એકબીજામાં ભેળવી "ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ." નામ રાખવામાં આવ્યું.


  • ૧૯૫૩-૫૪

    વિભાગના ખેડૂતો તરફથી કેનિંગ ફેક્ટરી બનાવવા વિચારણા તથા સરકારશ્રી પાસે માંગણી. પરંતુ કેટલીક ગેરસમજોને કારણે આ કામ આગળ ન ચાલ્યું. "ઘી અંબિકા ગ્રામ કેળવણી મંડળ" સંચાલિત હાઈસ્કૂલના નિભાવ માટે રૂ. ૧૪,૪૮૨/- ની મદદ ખેડૂતોના આવેલ પાકમાંથી સમાન ધોરણે કપાત કરી આપવામાં આવી.


  • ૧૯૫૨-૫૩

    તા. ૭-૧૨-૧૯૫૨થી સહકારી ધોરણે ગુજરાતમાં સૌપ્રથમ શેરડીમાંથી ગોળ બનાવવાની શરૂઆત. ખેડૂતોના પીપો ભેગા કરી એન્જીન માટે ક્રૂડ તથા ઓઇલ તેમને પહોંચાડ્યા.


  • ૧૯૫૧-૫૨

    ખોળ-ખાતરનું વેચાણ શરૂ કર્યું. ખાતર-બિયારણના ધિરાણની શરૂઆત, સભાસદો પાસેથી થાપણ સ્વીકારવાની શરૂઆત. મંડળીએ પોતાની જમીન વસાવી નાનકડું મકાન બાંધ્યું.


  • ૧૯૪૮-૪૯

    કેરીના પાકનું સહકારી ધોરણે પુલિંગ તથા વેચાણ વ્યવસ્થા શરૂ કરી.


  • ૧૯૪૪-૪૮

    આંબાના ઝાડની નીચે કાંટો બાંધી કેળાં-સૂરણના વેચાણની શરૂઆત કરી. ગડત-ખખવાડા માલ પૂરો પાડનારી સહકારી મંડળી લિ. મારફત આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યુ. સહકારમાં શ્રદ્ધા ધરાવતા ખેડૂતોને સહકારી પદ્ધતિથી થતા વેચાણના પ્રત્યક્ષ ફાયદા માલુમ પડ્યા અને કેરીના પાકના વેચાણ માટે વિચારણા આગળ વધી.