જાહેરાત
26
Sep 20
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે હવેથી અઠવાડિયામાં બે (૨) જ દિવસ સોમવાર તેમજ મંગળવારના દિવસે ચીકુ લેવામાં આવશે.
8
Aug 20
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૦/૦૮/૨૦૨૦ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર,મંગળવાર તેમજ બુધવારે ચીકુ લેવામાં આવશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે. ચીકુ ફરજીયાત ધોઈને લાવવાના રહેશે. લીલા ચીકુ પાડીને લાવવા નહિ.
31
Jul 20
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૮/૨૦૨૦ ને મંગળવાર થી મંડળનું દરેક કામકાજ રાબેતા મુજબ ચાલશે.
18
Jul 20
ગડત મંડળના છેવટના પાકના હિસાબો: કેરી વધારો ૨૮% જનરલ કેરી રાશ:૬૩૬=૩૩ , કેસર કેરી રાશ ૭૯૮=૩૧, ચીકુ વધારો ૧૬% ચીકુ રાશ ૩૬૦=૮૧
13
Jul 20
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે આજે તા.૧૩.૦૭.૨૦૨૦ ને સોમવારના રોજ સંસ્થાનું તમામ કામકાજ બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે. અને આવતી કાલ તા.૧૪/૦૭/૨૦૨૦ ને મંગળવારથી સંસ્થાનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી બપોરે ૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે. જેની સર્વે સભાસદોએ નોંધ લેવા વિનંતી. ફક્ત પેટ્રોલપંપ સવારે ૬=૦૦ વાગ્યાથી સાજે ૬=૦૦ વાગ્યા સુધી ચાલશે.
11
Jul 20
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૧૩/૦૭/૨૦૨૦ ને સોમવારથી બીજી સુચના ન મળે ત્યાં સુધી ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.
11
Jul 20
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે આજે તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ બપોર બાદ સંસ્થાનું (મંડળનું ) તમામ કામકાજ બંધ રહેશે.
7
Jun 20
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૮/૦૬/૨૦૨૦ ને સોમવારથી અઠવાડિયામાં ત્રણ જ દિવસ સોમવાર,મંગળવાર તથા બુધવારના રોજ ચીકુનું કામકાજ ચાલશે.ચીકુ તોલનો સમય બપોરે ૨=૦૦ થી ૫=૦૦ નો રહેશે.
5
Jun 20
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૭/૦૬/૨૦૨૦ ને રવિવારે કેરીનું છેલ્લું તોલ રાખેલ છે. સાંજે ૫=૦૦ વાગ્યા સુધીમાં કેરી તોલ ઉપર લાવવાની રહેશે. આ અંગે કોઈ મુશ્કેલી હોય તો વ્યવસ્થાપકો નો સંપર્ક કરવા મહેરબાની.
2
Jun 20
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ કોઈ પણ સભાસદ ની કેરી નોંધાવવાની રહી ગયેલ હોય તેઓ આવતી કાલે તા.૦૩.૦૬.૨૦૨૦ ને બુધવારના રોજ ફળ વિભાગમાં નોંધ આપી કેરી લાવી શકશે.
1
Jun 20
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલ તા.૦૨/૦૬/૨૦૨૦ ને મંગળવારથી નોંધ વગર ૭ (સાત) મણ સુધી કેરી લાવી શકાશે
29
May 20
કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં બપોરે ૧=૦૦ થી ૫=૦૦ દરમ્યાન આપવાની રહેશે.
29
May 20
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૧/૦૬/૨૦૨૦ ને સોમવારથી કેરીનું કામકાજ રેગ્યુલર ચાલશે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૫=૦૦ નો રહેશે. કેરી વહેલા તે પહેલાં ના ધોરણે દરરોજ ની ૨૫૦૦ મણ સુધીની જ નોંધ લેવામાં આવશે. નોંધ વગરની કેરી તોલવામાં આવશે નહિ. જે જાતની કેરીની નોંધ આપો તેજ જાતની કેરી લાવવાની રહેશે. કેરીના ડીચાં તોડી સુકવીને લાવવી. કેરી નોંધનો પાસ ફરજીયાત લાવવાનો રહેશે. સરકારશ્રી એ સુચવેલા કોરોના વાયરસ અંગેના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેમકે મો ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવું.
29
May 20
કેસર તથા હાફુસની પાકી કેરીનું વેચાણ ચાલુ કરેલ છે.
27
May 20
આથી કેરી તથા ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૩૧/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ ફળ વિભાગનું તમામ કામકાજ બંધ રહેશે.
27
May 20
આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે કેસર તેમજ અન્ય પરિપક્વ કેરીનું તોલ તા.૩૦/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ છે. કેરીની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં બે દિવસપહેલાં આપવાની રહેશે. તોલ વખતે નોંધનો પાસ અવશ્ય સાથે લાવવો. તોલનો સમય બપોરે ૧ થી ૪ નો રહેશે.