જાહેરાત

24 Apr 20

આથી સર્વે સભાસદોને જણાવવાનું કે હવે પછી મંડળમાં શાકભાજી અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર,બુધવાર,ગુરુવાર તથા શનિવારના રોજ જ આવશે. સમય સવારે ૮=૩૦ થી ૧૨=૦૦. “ઘરે રહો સુરક્ષિત રહો.”

21 Apr 20

આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૨૨/૦૪/૨૦૨૦ ને બુધવારના રોજ મંડળમાં ચીકુ લેવામાં આવશે. ચીકુ દરેક કુટુંબ દીઠ ફક્ત ૩(ત્રણ) મણ જ લેવામાં આવશે. ચીકુની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે.ચીકુ તોલ અંગેના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

14 Apr 20

આવતીકાલ તા.૧૫/૦૪/૨૦૨૦ ને બુધવારથી તા.૨૦/૦૪/૨૦૨૦ ને સોમવાર સુધી મંડળનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે જેની સર્વેને નોંધ લેવા વિનંતી. અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળશો એવી નમ્ર વિનંતી.

26 Mar 20

આથી તમામ સભાસદો ને જણાવવાનું કે આવતીકાલ તા.૨૭/૦૩/૨૦૨૦ ને શુક્રવારથી મંડળમાં નાણાંની લેવડ-દેવડ સવારે ૮=૦૦ થી બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી.

25 Mar 20

આથી તમામ સભસદો ને જણાવવાનું કે આવતી કાલે ૨૬/૦૩/૨૦૨૦ ને ગુરુવાર થી દરરોજ બીલીમોરા APMC સાથે ગોઠવણ થયાં મુજબ APMC માંથી વેપારી સવારે ૯:૩૦ કલાકે મંડળમાં આવી શાકભાજી વેચનાર છે. તો આ સેવા નો લાભ આપણે સૌ શિસ્ત માં રહી મેળવીએ એવી વિનંતી.

25 Mar 20

આથી દરેક સભાસદો ને જણાવવાનું કે આવતીકાલથી ૨૬/૦૩/૨૦૨૦ ને ગુરુવારથી મંડળના અનાજ ભંડારો તેમજ અન્ય કામકાજ (ચીકુ સિવાય)રાબેતા મુજબ ચાલશે. તમને જરૂરિયાત ની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવું નહીં. અને ભંડારો કે અન્ય વિભાગોમાં ટોળા સ્વરૂપે એકત્રિત થવું નહીં. તેની ખાસ કાળજી રાખવા વિનંતી છે સાથે કર્મકચારી ઓને સહકાર આપવા વિનંતી છે.

24 Mar 20

આથી તમામ સભાસદોને જણાવવાનું કે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને આવતીકાલથી એટલેકે તા.૨૫/૦૩/૨૦૨૦ ને બુધવારથી મંડળનું તમામ કામકાજ (ભંડાર સહીત) બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે. ફક્ત ફાસ્ટફૂડ વિભાગ સવારે ૧૦=૦૦ વાગ્યા સુધી દૂધ,છાસ ના વિતરણ માટે ખુલ્લું રહેશે. દરેક ગામના લોકોએ સવારે ગડત મંડળના ફાસ્ટફૂડ ઉપર આવી પોતાની જરૂરિયાત નું દૂધ,છાસ મેળવી લેવા વિનંતી છે. આ પરિસ્થિતિમાં આ સૌ સહકાર આપશો એવી વિનંતી. તથા જરૂરિયાત વગર ઘરની બહાર નીકળશો નહિ. આભાર………

23 Mar 20

આથી તમામ સભાસદોને જણાવવાનું કે કલેકટરશ્રી નવસારીના જાહેરનામાં અનુસાર આપણી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવતી જીવન જરૂરિયાત ની ચીજ-વસ્તુઓ ખરીદવા કે નાણાંની લેવડ દેવડ કરવા સિવાય બિનજરૂરી કામ માટે સંસ્થામાં આવવું નહિ. આ જાહેરનામાં નો આપણે સૌ ચુસ્તપણે અમલ કરીએ એવી વિનંતી.

23 Mar 20

હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ચીકુનું કામકાજ બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે.

21 Mar 20

તા.૨૨/૦૩/૨૦૨૦ ને રવિવાર તેમજ તા.૨૩/૦૩/૨૦૨૦ ને સોમવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. તથા તા.૨૪/૦૩/૨૦૨૦ ને મંગળવારના રોજ પણ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા

20 Mar 20

આવતી કાલે તા.૨૧/૦૩/૨૦૨૦ ના રોજ ચીકુનું કામકાજ ચાલુ રહેશે. તા.૨૨/૦૩/૨૦૨૦ ને રવિવાર અને ત્યાર પછી પણ રોજે રોજ મુખ્ય ઓફિસે તપાસ કરી ચીકુ પાડવા.

18 Mar 20

આવતી કાલે તા.૧૯/૦૩/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૧/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ મુખ્યઓફિસે તપાસ કરી ચીકુ પાડવા.

3 Mar 20

તા.૦૭/૦૩/૨૦૨૦ ને શનિવાર થી તા.૧૧/૦૩/૨૦૨૦ ને બુધવાર સુધી ચીકુ નું તમામ કામકાજ બંધ રહેશે. તા.૧૨/૦૩/૨૦૨૦ ને ગુરુવાર થી ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.

28 Feb 20

આવતી કાલે તા.૨૯/૦૨/૨૦૨૦ ને શનિવારના રોજ ચીકુનું કામકાજ રાબેતા મુજબ ચાલશે.

26 Feb 20

દિલ્હીમાં હિંસક તોફાનોને કારણે આવતી કાલે તા.૨૭/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચીકુનું તમામ કામકાજ બંધ રહેશે.

3 Feb 20

તા.૦૬/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચીકુ નું તમામ કામકાજ બંધ રહશે.