બન્ને દિવસો તા.૦૨/૦૫/૨૦૨૦ અને તા.૦૪/૦૫/૨૦૨૦ ના રોજ ચીકુ લાવવા માટે ચીકુની નોંધ ફરજીયાત આપવાની રહેશે. અને નોંધનો પાસ મેળવી ચીકુ તોકાવા આવો ત્યારે ફરજીયાત પાસ સાથે લાવવાનો રહેશે. નોંધ વગરના ચીકુ લેવામાં આવશે નહિ. Apr 30, 2020
આથી ખખવાડા, સોનવાડી, સાલેજ તેમજ ઇચ્છાપોર ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૪/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત” Apr 30, 2020
આથી ગડત, માણેકપોર, વેગામ, પીંજરા ગામના ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ કુટુંબ દીઠ ૩(ત્રણ) મણ ચીકુ લાવવાના રહેશે. ચીકુની નોંધ ૦૧/૦૫/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફળ વિભાગમાં આપવાની રહેશે. ચીકુ ફરજીયાત વ્યવસ્થિત ધોઈ ને લાવવાના રહેશે. ચીકુ તોલનો સમય બપોરે ૨=૦ થી ૪=૦૦ નો રહેશે. ચીકુ લઈને આવો ત્યારે સરકારશ્રીએ જણાવેલ નિયમો જેમકે મોઢા ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. જેની સર્વેએ ગંભીરતાથી નોંધ લેવી. “ઘરે રહો સુરક્ષિત” Apr 30, 2020
આથી સર્વે સભાસદોને જણાવવાનું કે હવે પછી મંડળમાં શાકભાજી અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર,બુધવાર,ગુરુવાર તથા શનિવારના રોજ જ આવશે. સમય સવારે ૮=૩૦ થી ૧૨=૦૦. “ઘરે રહો સુરક્ષિત રહો.” Apr 24, 2020
આથી ચીકુ ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે આવતી કાલે તા.૨૨/૦૪/૨૦૨૦ ને બુધવારના રોજ મંડળમાં ચીકુ લેવામાં આવશે. ચીકુ દરેક કુટુંબ દીઠ ફક્ત ૩(ત્રણ) મણ જ લેવામાં આવશે. ચીકુની નોંધ ફરજીયાત ફળ વિભાગમાં આપવાની રહેશે.ચીકુ તોલ અંગેના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. Apr 21, 2020
આવતીકાલ તા.૧૫/૦૪/૨૦૨૦ ને બુધવારથી તા.૨૦/૦૪/૨૦૨૦ ને સોમવાર સુધી મંડળનું તમામ કામકાજ સવારે ૮=૦૦ થી બપોરે ૧૨=૦૦ વાગ્યા સુધીજ ચાલશે જેની સર્વેને નોંધ લેવા વિનંતી. અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળશો એવી નમ્ર વિનંતી. Apr 14, 2020