આથી કેરી ઉત્પાદક સભાસદોને જણાવવાનું કે તા.૦૧/૦૬/૨૦૨૦ ને સોમવારથી કેરીનું કામકાજ રેગ્યુલર ચાલશે. કેરી તોલનો સમય બપોરે ૧=૦૦ થી ૫=૦૦ નો રહેશે. કેરી વહેલા તે પહેલાં ના ધોરણે દરરોજ ની ૨૫૦૦ મણ સુધીની જ નોંધ લેવામાં આવશે. નોંધ વગરની કેરી તોલવામાં આવશે નહિ. જે જાતની કેરીની નોંધ આપો તેજ જાતની કેરી લાવવાની રહેશે. કેરીના ડીચાં તોડી સુકવીને લાવવી. કેરી નોંધનો પાસ ફરજીયાત લાવવાનો રહેશે. સરકારશ્રી એ સુચવેલા કોરોના વાયરસ અંગેના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેમકે મો ઉપર માસ્ક બાંધવું, સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખવું.
May 29, 2020