આથી સર્વે ખેડૂત સભાસદોને જણાવવાનું કે ગુજરાત હોર્ટીકલ્ચર મિશન(NHM) ની યોજના અંતર્ગત પ્રોમ(ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુલ) ૫૦ કિલોની ૭ બેગ તેમજ વામસ્ટાર(માઈકોરઈઝા) ૧ કિલોની ૨ બેગ જેની કીમત ૪૦૦૦/- રૂપિયા જેટલી થાય છે તેમાં ખેડૂતોએ ફક્ત ૨૨૦૦/- રૂપિયા ચૂકવવાના થશે. તો આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો એ ૭/૧૨ , ૮-અ ની નકલ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે વહેલા તે પહેલાના ધોરણે મંડળની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવા વિનંતી.
Dec 18, 2020